Customer Service

Here We Will Show You How To Repair Small Faults Of Electrical Appliances At Home.

MIXER (મિક્ષર)

૧. નવું મિક્ષર બંધ નીકળે તો શું કરવાનું ?
જવાબ. મિક્ષર માં નીચે ની તરફ અવરલોડ પ્રોટેકશન સ્વીચ હોય છે.તે સ્વીચ ને દબાવી તમારા મિક્ષર ને ફરી ચાલુ કરો. આથી તમારું મિક્ષર ફરી ચાલુ થઇ જશે. જો છતા પણ તમારું મિક્ષર બંધ નીકળે તો તમારા નજીક ના ઠક્કર ઇલેકટૂીકલ્સ ના ડીલર ને જાણ કરો અથવા અમારી ઈમેલ આઈડી info@thakkarelectricals.com પર મેઈલ કરો.

૨ મિક્ષર ના મલટીસ્પીડ સ્વીચ ને કઈ રીતે રીપેર કરવું ?
જવાબ. પ્રથમ તમારા મિક્ષર ને તળિયા થી ખોલો. તેમાંથી તમારા મલટીસ્પીડ સ્વીચ ને અડ્યા વગર બરાબર તપાસો. ઘણી વખત પ્રોબ્લમ વાયર માં હોય છે. વાયર ને બરાબર તપાસી તેના છેડા છુટા હોય તો તેને ફરી જોડવા. તે પછી મલટીસ્પીડ સ્વીચ ને મલટીટેસ્ટર થી ચેક કરો. મિક્ષર ના ઝાર માંથી ઘણા પદાર્થો સ્વીચ ઉપર પડતા હોય તેથી સ્વીચ ખરાબ થવાની શક્યતા ઉભી થઇ શકે છે. કોમ્પ્રેસ્ડ એર ના કેન અથવા ઇલેકટૂીક કલીનર ની મદદ થી તેને સાફ કરવું. જરૂર પડે તો સ્વીચ બદલી નાખવી.

૩. ફયુસ ને કેવી રીતે બદલવું?
જવાબ. બધાજ મિક્ષર માં એક ફયુસ ફીટ કરેલું હોય છે જે મિક્ષર ને પાવૂર ના અવરલોડ થી બચાવે છે. જો તેની બચાવ શક્તિ થી વધારે પાવૂર સપ્લાય થાય તો તેનો ફયુસ ઉડી જાય છે. ફયુસ ચાલે છે કે નઈ તે જાણવા માટે મિક્ષર ને તળિયા થી ખોલો. પછી ફયુસ ને મલટી સ્પીડ સ્વીચ સાથે જોડો. કનટીનયુટી ટેસ્ટર વડે ફયુસ ને ચેક કરો. જો ફયુસ ની સરકીટ ખુલી હોય તો ફયુસ ખરાબ થઇ ચુક્યું છે. ખરાબ ફયુસ ને તેના મળતા રેટિંગ વાળા ફયુસ સાથે બદલી નાખો.

 

Toaster(ટોસ્ટર)

૧. ટોસ્ટર માં સેન્ડવિચ ટોસ્ટ ના થતી હોય તો શું કરવું ?
જવાબ. ટોસ્ટર ના ઉપર ના ભાગ ના હેન્ડલ ને ખોલવું. પછી તેમાં એક સરકીટ હશે જેને એલીમેંટ કહેવાય છે. જો તમારી સેન્ડવિચ ટોસ્ટ ના થાય તો એલીમેંટ ના થર્મોસ્ટેટ ને ચેક કરવું અને તેને સેટ કરવું. આથી તમારા સેન્ડવિચ ટોસ્ટર રિપેર થઇ જશે.

૨. જો સેન્ડવિચ ટોસ્ટર નો વાયર બળી ગયો હોય તો શું કરવું ?
જવાબ. પેલા કનેકશન પ્લેટ ખોલો. પછી વાયર ને કનટીન્યુટી ટેસ્ટર થી ચેક કરો, જો વાયર કામ ના કરતો હોય તો તેને બદલી નાખો.

 

Iron (ઈસ્ત્રી)

૧. ઈસ્ત્રી કઈ રીતે રિપેર કરવી ?
જવાબ. ઈસ્ત્રી ના રિપેર માં ખરાબ વાયર નું રિપેર, તૂટેલા હેન્ડલ નું રિપેર અને સ્ટીમ વેન્ત્સ (જ્યાંથી સ્ટીમ બાર આવે તે હોલ્સ ) ને સાફ કરવાનું આવે છે. ઈસ્ત્રી ની સર્વીસિંગ માટે ઈસ્ત્રી ના પ્લગ ને ઇલેકટૂીક બોર્ડ માંથી કાઢવું અને ઈસ્ત્રી ને ઠંડી થયાની રાહ જોવી. પાઈપ ક્લીનર વડે સ્ટીમ વેન્ત્સ ને ધ્યાન થી સાફ કરો. ઈસ્ત્રી ના વોટૂર સ્પ્રે ને જીણી સોઈ વડે સાફ કરો. ઈસ્ત્રી માંથી કચરો બહાર કાઢવા , વોટર ટેંક માં અડધુ કપ પાણી ને અડધુ કપ વિનેગર નું મિશ્રણ નાખો , તે પછી ખરાબ કાપડ ઉપર ઈસ્ત્રી ને ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી મિશ્રણ પૂરું ના થઇ જાય. તે પછી ઈસ્ત્રી માં ખાલી પાણી નાખી આ ક્રિયા ને ફરી એક વખત રીપીટ કરો. આથી તમારી ઈસ્ત્રી ની સર્વીસીંગ થઇ જશે એ પણ ઘર બેઠા.

 

Blender(બ્લેન્ડર)

૧ .બ્લેન્ડર કઈ રીતે રિપેર કરવું ?
જવાબ.બ્લેન્ડર એક સાદી ઇલેકટૂીક વસ્તુ છે તેથી એના ફોલ્ટ પણ સાદા હોય છે.જેમ કે છેડા,મોટર,ફ્યુસ અથવા સ્વીચ ખરાબ થઇ જવું કે કોઈ પાર્ટ ઢીલા પડવા અથવા સીલ માં લીકેજ થવું.જો બ્લેન્ડર ચાલુ બંધ થતું હોય તો વાયર કનેકશન ને ચેક કરો,જે વાયર માં ફોલ્ટ હોય તેને બદલી નાખો; મોટર ને ચેક કરો અને જરૂરત પડે તો બદલી નાખો. જો બ્લેન્ડર અમુક સ્પીડ પર ના ચાલતું હોય તો મલ્ટીસ્પીડ સ્વીચ ચેક કરો, તેને સાફ કરો ને ખરાબ હોય તો તેને બદલી નાખો. જો મોટર ચાલતી હોય પર બ્લેન્ડર ની બ્લેડ્સ ના ચાલતી હોય તો તેને બોલ્ટ (સ્ક્રુવ) ને ચેક કરો અને તે ઢીલા હોય તો તેને ટાઈટ કરો અને જરૂર પડે તો બોલ્ટ બદલી નાખો.તે સાથે બ્લેડ પણ ચેક કરો, તેને ગ્રીસિંગ કરો, અને જરૂર પડે તો બદલી નાખો.

Translate »

Shopping Cart

  • No products in the cart.